મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી


SHARE











મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી

મોરબી જિલ્લાના પાંચેય તાલુકાની તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે જેમાં પાંચ પૈકી ચાર તાલુકા પંચાયતો ભાજપે કબજે કરી છે જ્યારે વાંકાનેર તાલુકા પંચાયત જે ભાજપ પાસે હતી તેને ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લઈને ભાજપના કમળને મસળીને પંજાની પકડ મજબૂત કરી છે 

મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી પૂર્ણ થઈ ગયેલ છે અને તેના ફાઇનલ પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 11 બેઠક ઉપર ભાજપ, 2 બેઠક ઉપર કોંગ્રેસ, 1 બેઠક ઉપર આપ અને 2 બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે જ્યારે ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 11 બેઠક ઉપર ભાજપ અને 5 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે મોરબી તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 11 બેઠક ઉપર ભાજપ, 3 બેઠક ઉપર કોંગ્રેસ અને 1 બેઠક ઉપર આપનો વિજય થયો છે વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 15 બેઠકો ઉપર કોંગ્રેસ, 8 બેઠક ઉપર ભાજપ અને 1 બેઠક ઉપર અપક્ષના ઉમેદવારનો વિજય થયો છે જયારે હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી 15 બેઠકો ઉપર ભાજપ, 4 બેઠકો પર આપ અને 1 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયેલ છે આમ મોરબી જિલ્લામાં આવતી પાંચ તાલુકા પંચાયત પૈકી 4 તાલુકા પંચાયત મોરબી, માળિયા હળવદ અને ટંકારામાં ભાજપનું કમળ ખીલ્યું છે જ્યારે વાંકાનેર તાલુકા પંચાયત કે જે ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી હતી તેને આ ચૂંટણીમાં કોંગ્રેસે પાછી ભાજપ પાસેથી આંચકી લઈને પંજાની પકડ મજબૂત કરેલ છે.






Latest News