મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE













મોરબીના લાલપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે શૈલેષ કાંટા નજીક બાઇક લઈને જઈ રહેલા યુવાનના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહન ચાલક સામે મૃતક યુવાનના માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના વજેપર શેરી નંબર 13 માં રહેતા મધુબેન રાજેશભાઈ વડેચા (40) એ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે શૈલેષ કાંટા નજીકથી ફરીયાદીનો દીકરો બાઈક નંબર જીજે 36 એએન 4297 લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું  ત્યારબાદ તેના મૃત દેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના માતાએ નોંધાવીને ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સાથે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News