મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મિં) ના ખીરસરા ગામે તલાવડીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત


SHARE







મોરબી : માળીયા (મિં) ના ખીરસરા ગામે તલાવડીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના ખીરસરા ગામે તલાવડીમાં નાહવા ગયેલા વૃદ્ધનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજેલ છે.બનાવને પગલે ડેડબોડીને મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યુ હતુ.બનાવની જાણ થતા મોરબી પોલીસે માળિયા પોલીસને આગળની તપાસ અર્થે જાણ કરી હતી.

વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે માળિયાના ખીરસરા ગામે રહેતા મનાભાઈ વાઘાભાઈ દેવીપુજક નામના ૬૦ વર્ષના વૃદ્ધ લાતડા કાપવા માટે ગયા હતા અને બાદ નાહવા માટે ત્યાં આવેલી તલાવડીમાં ગયા હતા.ત્યાં પાણીમાં ડૂબી ગયા હોય તેમનું મોત થયુ હતુ.બનાવની જાણ થતાં માળિયા પોલીસ મથકના કલ્પેશભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવેલ છે.

ચાકૂથી હુમલો: બે ભાઈ ઈજાગ્રસ્ત

મોરબીના વિસીપરામાં અમરેલી રોડ વિસ્તારમાં આવેલા ગુલાબનગર પાસે રહેતા મહેશભાઈ મથુરભાઈ મેસરીયા અને તેમના ભાઈ જગમાલ મથુરભાઈ મેસરીયા ઉપર ચાકૂ તેમજ નળીયા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.જૂની  અદાવતમાં અજાણ્યા ઈસમોએ બંને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો.હુમલામાં બંનેને ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સતિષભાઇ ગળચરે તપાસ હાથ ધરી છે.પોલીસે નોંધ કરીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

વાહન અકસ્માત

ટંકારાના કલ્યાણપર ગામના પાટીયા પાસે કાર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કાર સાથે કાર અથડાતા ઇજા પામેલા રમેશભાઈ ભગવાનજીભાઈ વાઘેલા (૫૦) રહે.લાયન્સનગર શનાડા રોડ મોરબીને ઇજાઓ થયેલ હોવાથી અહિંમી ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના બી.બી.ડાભી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના નવા બસ સ્ટેશન પાસે બાઇક ચાલકે હડફેટે લેતા સંગીતાબેન ભુદરભાઈ જેતપરિયા (૬૩) રહે.ઉમિયાનગર શેરી નંબર-૩ ને ઇજાઓ પહોંચી હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવની જાણ થતા સ્ટાફના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News