મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ


SHARE













મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા પી.ડી. કાંજીયાની પ્રેરણાથી ભવ્ય સિતારે નવયુગકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી મોતા, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી રાણીપા, વિડજા, આર.એસ.એસ. પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા, જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા, બિલ્ડર એસો.ના પ્રમુખ સંતોષભાઈ શેરસિયા, વિહીપ જિલ્લા અધ્યક્ષ જિલેશભાઈ કાલરિયા, જિલ્લા શૈક્ષિક સંઘ અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, ઉપાધ્યક્ષ સંદીપભાઈ અદ્રોજા તથા કેળવણી નિરીક્ષક નિલેશભાઈ કૈલા, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન પી.કાંજીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ અને સંદેશાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમોની અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગણપતિ સ્તુતિ, બોલીવુડ ડાન્સ, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માપર આધારિત નાટ્ય પ્રસ્તુતિ, હનુમાન ચાલીસા, દોસ્તીની ધમાલ ડાન્સ, મહાભારતના ધર્મ સંસ્થાપન પર આધારિત અંતિમ અધ્યાય, ઓપરેશન સિંદૂર, વીર બાલ સાહેબજાદા, અરુણિમા સિન્હાની પ્રેરણાદાયક ગાથા, રંગભીની રાધા, બિરસા મુંડા નાટક, યોગ પ્રદર્શન, “દીકરી વ્હાલનો દરિયોતેમજ વિદ્યાર્થીના અંતરમનની લાગણીઓને વ્યક્ત કરતી સ્પીચ ક્રિષ્ન કાંજિયા દ્વારા રજૂ કરવામાં આવી હતી.

આ સાથે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવતા વિવિધ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને બેસ્ટ ટીચર એવોર્ડ, બેસ્ટ એક્ટિવિટી એવોર્ડ, બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ, તેમજ એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ્સ દ્વારા પ્રતિભા, મહેનત અને પ્રતિબદ્ધતાને યોગ્ય માન્યતા આપવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન અને સંકલન મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડિયા તેમજ પ્રિન્સિપાલ યતીન રાવલ અને તમામ સ્ટાફમિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. જેના પરિણામે કાર્યક્રમ અત્યંત ભવ્ય અને યાદગાર બની રહ્યો હતો.






Latest News