વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી


SHARE













વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી

મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે પ્રથમ વખત કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તથા માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મહેશભાઈ રાજપુત સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આ વખતની ચૂંટણીમાં મક્કમ મન કરીને એક વખત ભરોસો મૂકીને કોંગ્રેસના ઉમેદવારોને ચુંટી કાઢવા માટે થઈને આહવાન કર્યું હતું

 

મોરબીના વોર્ડ નં.3 ની અંદર કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં ઠેર ઠેર સભાઓ યોજાઇ રહી છે અને જનસંપર્ક દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોને મતદારો તરફથી આવકાર અને આશીર્વાદ પણ મળી રહ્યા છે તેવામાં ભાજપનો ગઢ કહી શકાય તેવા ઉમા ટાઉનશિપ વિસ્તારની અંદર કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસની સભા યોજાઈ હતી અને તેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મતદારો હાજર રહ્યા હતા

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારાના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મહેશભાઈ રાજપુત, મુકેશભાઈ ગામી, મહેશભાઈ રાજ્યગુરુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ લાલજીભાઈ મહેતા, વનિતાબેન મુકેશભાઈ ગામી, અલ્પાબા વનરાજસિંહ જાડેજા અને ડો. પ્રવીણભાઈ વઘાસિયાના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનોએ ઉમા ટાઉનશીપની અંદર સભા ગજવી હતી

ખાસ કરીને લલીતભાઈ કગથરાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, તમે મત આપીને જેને ચૂંટો છો તે તમારો કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્ય નહીં પરંતુ તમે નરેન્દ્ર મોદી અને અમિત શાહના પટાવાળાને ચૂંટો છો. માટે તમારો મત લેખે ન જાય અને તમારા વિસ્તારનો સારો વિકાસ થાય તે માટે કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકીને કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવો તેવી અપીલ કરી હતી

તો કોંગ્રેસના આગેવાન મહેશભાઈ રાજપૂતે કહ્યું હતું કે એક વખત કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવો અને જો તે લોકો તમારું કામ ન કરે તો આગામી દોઢ વર્ષ પછી વર્ષ 2027 ના ડિસેમ્બર મહિનામાં પાછી ધારાસભાની ચૂંટણી આવવાની છે અને ત્યારે આ લોકો કોંગ્રેસ તરફે મત માગવા આવશે ત્યારે તમારા ઘરના દરવાજા બંધ કરી દેજો પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને તક આપવામાં આવે તેવું આહવાન કર્યું છે.

 

મોરબી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ મુકેશભાઈ ગામીએ સભા ગજવતા કહ્યું હતું કે ₹400 નો ગેસનો બાટલો થતો ત્યારે ભાજપ વાળા બાટલો માથે લઈને બૂમો પાડતા હતા હવે 1200 રૂપિયાનો ગેસનો બાટલો થઈ ગયો ત્યારે કેમ ભાજપવાળા કોઈ દેખાતા નથી ? ગુજરાતમાં મોંઘવારી સતત વધી રહી છે અને લોકોની સુવિધાઓ ઘટી રહી છે ત્યારે ભાજપના અહંકાર તોડવા માટે આ વખતે કચકચાવીને કોંગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસના ચારે ચાર ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજય બનાવવા માટે આહવાન કર્યું હતું

મોરબી વોર્ડ નં. 3 ના કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ મહેતાસભાને સંબોધતા કહ્યું હતું કે આ વોર્ડની અંદર કોંગ્રેસનાં તમામ સ્થાનિક અને ઉમેદવારો શિક્ષિત છે અને સારું કરવાની ભાવના સાથે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં આવ્યા છે ત્યારે મોરબીનો વોર્ડ નં. 3 સારામાં સારો વોર્ડ બને લોકોની સુવિધામાં વધે, બાગ બગીચા-લાયબ્રેરી સહિતની સુવિધાઓ વધે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ચારે ચાર ઉમેદવારોને પંજાનું પેનલ ટુ પેનલ બટન દબાવીને વિજય કરવા માટે હાકલ કરી હતી.






Latest News