મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં એકટીવા ધીમું ચલાવવાનું કહેતા યુવાનને બે મહિલા સહિત ચારે માર માર્યો, બેની ધરપકડ


SHARE







મોરબીમાં એકટીવા ધીમું ચલાવવાનું કહેતા યુવાનને બે મહિલા સહિત ચારે માર માર્યો, બેની ધરપકડ

મોરબી ગેડા સર્કલ ચોકમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે ફૂલ સ્પીડમાં એકટીવા લઇને નીકળેલા શખ્સને યુવાને વાહન ધીમુ ચલાવવા માટે કહ્યું હતું તે બાબતનો ખાર રાખીને એક્ટિવા ચાલકે તેના ભાઇ, માતા અને બહેનને બોલાવીને યુવાનની સાથે બોલાચાલી કરી હતી, ગાળો આપી હતી અને બાદમાં માથાના ભાગે સિમેન્ટના પેવાર બ્લોકનો ઘા કરીને ઇજા કરી હતી જેથી યુવાનને માથામાં પાંચ ટાંકા આવ્યા હતા હાલમાં આ બનાવમાં યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાતા પોલીસે બે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધ્યો હતો અને તેમાથી બે આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ નિત્યાનંદ સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ સુખુભા જાડેજા (ઉ.૩૬)ભરત ઉર્ફે ભુરો દિનેશભાઇ કંજારીયા જાતે સતવારા, ભાવેશ દિનેશભાઇ કંજારીયા જાતે સતવારા, ભાવેશના મમ્મી તથા ભાવેશના બહેન રહે. બધા જ રામકુષ્ણનગર મોરબી-ર વાળની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે ગેડા સર્કલ (મહારાણા પ્રતાપ સર્કલ) ચોકના બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો ત્યાથી આરોપી ભાવેશ દિનેશભાઇ કંજારીયા એકટીવા લઇને નીકળતા તેને વાહન ધીમુ ચલાવવા માટે કહ્યું હતું તે બાબતનો ખાર રાખીને આ કામના આરોપી ભાવેશ દિનેશભાઇ કંજારીયાએ તેના ભાઈ ભરત ઉર્ફે ભુરો, માતા તેમજ બહેનને બોલાવ્યા હતા અને ત્યાર બાદ ભારત અને ભાવેશે બેફામ ગાળો બોલી હતી અને ચારેય આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ભરતએ તેને સિમેન્ટના પેવર બ્લોકનો ઘા કરતા ફરિયાદી યુવાનને તે માથામા વાગી જતા પાંચ ટાકા આવ્યા હતા જેથી કરીને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૩૩૭, ૧૧૪ તથા જી.પી. કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં ભરત ઉર્ફે ભુરો દિનેશભાઇ કંજારીયા જાતે સતવારા અને ભાવેશ દિનેશભાઇ કંજારીયા જાતે સતવારા રહે, બંને રામકુષ્ણનગર વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News