મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત


SHARE











મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત

મોરબીમાં હાઉસિંગ બોર્ડથી ત્રાજપર ચોકડી તરફ જવાનો રસ્તા ઉપરથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અન્ય વાહન ચાલાકે તેના બાઇકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધને ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

મોરબીમાં મહારાણા સર્કલ પાસે આવેલ મહાવીરનગર સોસાયટી ઉમિયા ભુવન બ્લોક નંબર 42 ખાતે રહેતા લીલાવંતીબેન અમૃતલાલ આરદેસણા (68)એ હાલમાં વાહન નંબર જીજે 36 એક્સ 0676 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પતિ હાઉસિંગ બોર્ડથી ત્રાજપર ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી પોતાનું બાઈક નંબર જીજે 3 બીસી 1461 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાના વાહનથી ફરિયાદીના પતિના બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પતિ અમૃતલાલને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News