વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ


SHARE







મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ સીટી મોલમાં ત્રીજા માળે આવેલ શિવ ઇમ્પેક્ષ નામની ઓફિસમાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટો રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી પોલીસે ચાર શખ્સોને પકડ્યા છે અને તેની પાસેથી રોકડ, મોબાઈલ, વાહન વિગેરે મળીને 5.26 લાખથી વધુની કિંમતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અને આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમવા માટે થઈને આઈડી આપનારા ચાર શખ્સોના નામ સામે આવ્યા હોય પોલીસે કુલ આઠ શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના ચાર આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભક્તિનગર સર્કલ પાસે આવેલ સીટી મોલમાં ત્રીજા માળે દુકાન નંબર 301 માં શિવ ઇમ્પેક્ષ નામની ઓફિસ ધરાવતા અનિલભાઈ માવજીભાઈ ડાભીની ઓફિસમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટો રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજસ્થાન રોયલ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલ ક્રિકેટ મેચ ઉપર સટો રમવા માટે દુકાનદાર દ્વારા સાધનો પૂરા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું

જેથી પોલીસે અનિલભાઈ માવજીભાઈ ડાભી (28) રહે. રવાપર રોડ નરસંગ ટેકરી પાછળ મેઘાણીની વાડી મોરબી, બ્રિજેશભાઈ મનસુખભાઈ માલવીયા (30) રહે. કન્યા છાત્રાલય રોડ ધર્મ વિજય સોસાયટી શિવમ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 703 મોરબી, પરેશભાઈ નાગજીભાઈ પઢીયાર (40) રહે. બોની પાર્ક મંગલમ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 601 મોરબી તથા હર્ષદભાઈ લાલજીભાઈ પાસિયા (20) રહે. સોઓરડી સામાકાંઠે રચના સોસાયટી મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 15,600 ની રોકડ, 60000 રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોન તથા 4.5 લાખ રૂપિયાની કિંમતના ચાર વાહન આમ કુલ મળીને 5,26,600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે,

હાલમાં પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે ક્રિકેટ સટાનો જુગાર રમવા માટે આઈડી હસુભાઈ ઠાકર રહે. મોરબી, બ્રિજેશભાઈ પડસુંબિયા રહે. વાવડી મોરબી, રજાકભાઈ રહે. રાજકોટ અને જયદીપભાઇ પટેલ રહે. મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 8 શખ્સોની સામે ગુનો નોંધીને જુગાર રમવા માટે થઈને આઈડી આપનારા ચાર શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખની છે કે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી મળી આવેલા શખ્સો પૈકી બ્રિજેશ મનસુખભાઈ માલવીયા, હર્ષદ લાલજીભાઈ પાસિયા અને પરેશ નાગજીભાઈ પઢારિયા નમન શખ્સો નસાની હાલતમાં મળી આવ્યા હતા જેથી આ ત્રણેય શખ્સો સામે અલગથી પ્રોહિબિશનના ગુના પણ નોંધવામાં આવેલ છે.

જુગાર રમતા બે શખ્સ પકડાયા

મોરબીના વનાળીયા ગામે પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાહિલભાઈ આદમભાઈ સુમરા (25) અને જાવેદભાઈ હનીફભાઈ સુમરા (19) રહે. બંને વનાળીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે.






Latest News