મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે


SHARE











મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે

મોરબીના બે જુદા-જુદા વિસ્તારોમાંથી થોડા સમય પહેલા સગીરાઓના અપહરણ થયા હતા.જેમાં મેડીકલ તપાસ બાદ દુષ્કર્મ ની બાબત સામે આવતા પોલીસ દ્રારા આરોપીઓને પકડવામાં આવેલ છે.મળતી માહિતી પ્રમાણે મોરબીના પીપળી રોડ ઉપરથી પરપ્રાંતિય પરિવારની સગીરાનું અપહરણ થયું હતું.તે ગુનામાં તેમજ મોરબીના લીલાપર ચોકડી નજીકથી સગીરાનું અપહરણ થયુ હતુ.તે બંને ગુનામાં આરોપીઓને પકડવામાં આવેલ છે અને હાલ બંનેને જેલ હવાલે કર્યા હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ પીપળી ગામ પાસેની સોસાયટીમાં રહી મજૂરી કામ કરતાં એક પરિવારની સગીરવયની દીકરીનું થોડા સમય પહેલા અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતુ.આ ઘટના તા.૨૪ માર્ચની રાત્રે ૧૨ વાગ્યાથી તા.૨૫ માર્ચની વહેલી સવારે ૬ વાગ્યાની વચ્ચે બની હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ અંગે સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે અપહરણ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.જોકે બાદમાં મેડિકલ તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું.જેથી તે કલમનો પણ ઉમેરો કરાયો હતો.આ કેસમાં તાલુકા પીઆઇ એન.એસ.ઘેટીયા દ્વારા પ્રદિપસિંહ કિશોરસિંહ જાડેજા (૨૬) રહે.નવી પીપળી રોકડીયા હનુમાન મંદિરની પાસે તા.મોરબીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

તેમજ મોરબી તાલુકા પોલીસની હદ વિસ્તારમાં આવતા લીલાપર રોડ ચોકડી નજીકથી થોડા સમય પહેલા એક સગીરાનું અપહરણ થયું હતું.જે અંગે ભોગ બનનારના પરિવારજન દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જે અંગે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.તે બનાવમાં પણ પોકસો-અપહરણ સહિતની કલમો દાખલ કરવામાં આવી હતી અને બાદમાં ભોગ બનનારની મેડિકલ તપાસ દરમિયાન દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા રેપની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો.આ કેસની અંદર પોલીસે બલરામ બાબુલાલ ચંદ્રવંશી (૨૪) રહે.હાલ લીલાપર રોડ લીલાપર ચોકડી પાસે તા.મોરબી મૂળ મધ્યપ્રદેશ ની ધરપકડ કરવામાં આવી હતી.અને તેને પણ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

દવા પી લેતા સારવારમાં

મોરબીના દરબારગઢ પાસે રહેતા ભાવેશ દેવજીભાઇ કકકડ (૩૨) એ કોઇ કારણોસર દવા પી લીધી હતી જેથી સિવિલે સારવાર માટે લઇ જવાયો હતો.તેમજ મોરબીના પંચાસર રોડ ન્યુ જનકનગર સોસાયટી વિસ્તારમાં રહેતા સોફિયાબેન રિયાઝભાઈ ખોખર નામના ત્રીસ વર્ષીય મહિલાએ કોઈ કારણસર તેઓના ઘરે ફિનાઇલ પી લેતા તેમને પણ સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માત

વાંકાનેર તાલુકાના દેરાળા ગામે રહેતા રસિકભાઈ રવજીભાઇ શેરસીયા (૬૫) નામના આધેડ દેરાળા ગામેથી ગુંદાખડા જતા હતા ત્યારે રસ્તામાં રાજસ્થળી ગામ નજીક મોટર સાયકલ સ્લીપ થયું હતું.જેથી વાંકાનેર હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેરના રેલ્વે સ્ટેશન ખાતે બે લોકો દ્વારા માર મારવામાં આવતા ધર્મગીરી ભવાનીગીરી ઓઘડ (૫૦) રહે.બોટાદ ને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.






Latest News