ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો


SHARE











મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ‘સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ – 2025’ ભવ્યતા અને ગૌરવ સાથે યોજાયો હતો. CBSE બોર્ડ અને સહોદયા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત સમારોહ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનાર શિક્ષકોને સમર્પિત રહ્યો હતો. આ કાર્યક્રમમાં 200 થી વધુ શિક્ષકો, પ્રિન્સિપાલો, ડાયરેક્ટરો તેમજ સૌરાષ્ટ્રની વિવિધ CBSE શાળાઓના પ્રિન્સિપાલો, કોઓર્ડિનેટરો અને શિક્ષણ જગતના આગેવાનોની ભવ્ય ઉપસ્થિતિ રહી, જેના કારણે સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. આ સમારોહ દરમિયાન મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના 5 શિક્ષકોને અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે મોરબી માટે ગૌરવની વાત બની છે. આ પ્રસંગે સહોદયાના પ્રમુખ રાધેશ્યામ પાંડે, રાજકોટ CBSE કોઓર્ડિનેટર રાજીવ રંજન, મોરબી કોઓર્ડિનેટર દીપા શર્મા તેમજ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ડી.બી. પાડલિયા,મેનેજીંગ ડિરેક્ટર હાર્દિક પાડલિયા, પૂજા પાડલિયા અને  સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મોરબી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષકો માટે આ એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક ક્ષણ બની હતી.






Latest News