મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના રિલીફનગરમાં દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા વેપારીને છરીનો ઘા ઝીકયો


SHARE







મોરબીના રિલીફનગરમાં દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા વેપારીને છરીનો ઘા ઝીકયો


મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં રિલીફ નગર પાસે દુકાન ધરાવતા વેપારીની દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના કહી હતી જેથી તેને પોતાની પાસે રહેલ છરી વળે દુકાનદાર યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને ખભાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી કરીને દુકાનદાર યુવાનને ખભાના ભાગે ઈજા થઈ હતી અને ફ્રેક્ચર થયું હતું જેથી તાત્કાલિક તે યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે હુમલા કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના રિલીફનગર બ્લોક નંબર-૫૬ માં રહેતાં જેઠાનંદ ઉર્ફે જયેશભાઈ ઠાકોરદાસ કાંજીયાણી જાતે સિંધી લોહાણા (ઉમર ૩૮) એ હાલમાં મોરબીના ભીમસર વિસ્તારની અંદર રહેતા અર્જુન પોપટભાઈ કુંઢીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, રિલિફ નગર બ્લોક નંબર -૫૬ પાસે તેની હિંગળાજ મેગા મોલ નામની દુકાન આવેલ છે આ દુકાન પાસે ઉભા રહીને અર્જુન ગાળો બોલતો હતો જેથી કરીને તેને ગાળો બોલવાની ના કહી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા અર્જુને તેની પાસે રહેલી છરી વડે જેઠાનંદ ઉર્ફે જયેશભાઈ ઉપર હુમલો કર્યો હતો અને તેઓને ડાબા ખભા ઉપર છરીનો ઘા મારી દીધો હતો જેથી જેઠાનંદ દ્વારા હાલમાં અર્જુન પોપટભાઈ કુંઢીયાની સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે માટે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.






Latest News