મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદ નજીકથી કતલખાને લઈ જવાતી 4 ભેંસને બચાવી, 2.12 લાખનો મુદામાલ કબ્જે: બે આરોપીની ધરપકડ


SHARE













હળવદ નજીકથી કતલખાને લઈ જવાતી 4 ભેંસને બચાવી, 2.12 લાખનો મુદામાલ કબ્જે: બે આરોપીની ધરપકડ

હળવદ નજીકથી પસાર થઈ રહેલી બોલેરો ગાડીને રોકીને ચેક કરવામાં આવતા તેમાં કુરતાપૂર્વક ચાર ભેંસને બાંધીને કતલખાને લઈ જવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી ચારેય ભેંસોને બચાવવામાં આવી હતી અને ભેંસ સહિત કુલ મળીને 2,12,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદમાં ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા મનોજભાઈ ઉર્ફે મુન્નો ગાંડુભાઈ ઝીંઝવાડીયા (35) હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઓસમાણ સફીમામદભાઈ જત (19) તથા સલમ ખુદાનાભાઈ જત (20) રહે. બંને નાના સરાડા વાળની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ નજીકથી બોલેરો ગાડી નંબર જીજે 36 એક્સ 9326 લઈને આરોપીઓ પસાર થઈ રહ્યા હતા જે ગાડીને રોકાવીને તેને ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીના પાછળના ભાગે ચાર ભેસને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતા હતા અને વાહનમાં પાણી કે ઘાસચારની કોઈ વ્યવસ્થા ન હતી જેથી કતલખાને લઈ જવાથી ચાર ભેંસોને બચાવી લેવામાં આવી હતી અને 12,000 ની ભેંસો તેમજ 2 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 2,12,000 ની કિંમતનો મુદામાલ કબ્જે કરીને પોલીસે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બંને આરોપીઓને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.






Latest News