મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે માથાકૂટ કરીને મહિલા અને તેની સાસુને પાઈપથી માર માર્યો


SHARE







હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે માથાકૂટ કરીને મહિલા અને તેની સાસુને પાઈપથી માર માર્યો

હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ બાળકને પાઇપ લઈને મારવા દોડતા તે બાબતે દેકારો થયો હતો. જેથી બાળકની માતા ઘરની બહાર આવતા તેના ઉપર લોખંડના પાઇપ પડે હુમલો કરીને વાંસા અને ડાબા હાથની હથેળી પાસે માર માર્યો હતો જેથી મહિલા નીચે પડી જતા તેને બચાવવા માટે તે મહિલાના સાસુ વચ્ચે પડ્યા હતા ત્યારે તેને જમણા હાથની કોણીના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ સાસુ-વહુને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એક શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદના જુના અમરાપર ગામે રહેતા વનિતાબેન ભરતભાઈ જાંબુકિયા (30)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શંકરભાઈ પ્રેમજીભાઈ જાંબુકિયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના ઘર પાસે તેનો દીકરો શેરીમાં રમતો હતો ત્યારે શેરીમાં રમવા બાબતે ફરિયાદી સાથે બોલાચાલી કરીને ફરિયાદીના દીકરાને લોખંડના પાઇપ લઈને મારવા માટે આરોપી દોડતા દેકારો થયો હતો જેથી ફરિયાદી ઘરની બહાર આવીને આરોપી સાથે વાત કરતા હતા ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને લોખંડના પાઇપ વડે ફરિયાદીને વાસા તથા ડાબા હાથની હથેળીમાં માર મારીને ઇજા કરી હતી. તેમજ જપાજપી કરીને ફરિયાદીને નીચે પડી દેતા ફરિયાદીના સાસુ સાહે લાભુબેન કાનજીભાઈ જાંબુકિયા તેને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા ત્યારે આરોપીએ તેઓને જમણા હાથની કોણીના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી અને મહિલા તથા તેના સાસુને ગાળો આપી હતી જેથી ઇજા પામેલ મહિલાએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News