મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે ગોડાઉનમાં 32,556 બોટલ દારૂ-બીયર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ


SHARE







ટંકારાના છતર પાસે ગોડાઉનમાં 32,556 બોટલ દારૂ-બીયર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ

ટંકારાના છતર ગામ પાસે આવેલ જી.આઇ.ડી.સી.માં આવેલ ગોડાઉનમાં થોડા સમય પહેલા દારૂની રેડ કરી હતી ત્યારે મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ત્યાંથી મળી આવેલ હતો જે ગુનામાં ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના એસપી મુકેશ પટેલ અને વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઇ જે.ડી.ઝાલા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં ટંકારા તાલુકાનાં દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા પીએસઆઈ જે.કે.રાણા અને તેની ટિમ કાર્યરત હતી તેવામાં અગાઉ છતર જી.આઇ.ડી.સી.માં પ્રિન્સ વિરેન્દ્રભાઇ ઝાલરીયા રહે. મોરબી વાળાએ ગોડાઉન ભાડે રાખીને ત્યાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ હતો ત્યારે પોલીસે રેડ કરીને સ્થળ ઉપર ગોડાઉનમાંથી દારૂની 4956 બોટલો તથા 27600 પ્લાસ્ટીકના ચપલા અને અન્ય મુદામાલ મળી કુલ 1,17,22,800 ના મુદામાલ સાથે જે તે સમયે 4 આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને રેઇડ દરમ્યાન ગોડાઉન માલીક પ્રિન્સ વિરેન્દ્રભાઇ ઝાલરીયા વાળો નાસી ગયેલ હતો અને ત્યારથી નાસતો ફરતો હતો જે આરોપી પ્રીન્સભાઇ વિરેન્દ્રભાઇ ઝાલરીયા (22) રહે.નાની વાવડી ગામ ભગવતી પાર્ક સોસાયટી હનુમાન મંદીરની બાજુમાં તા.મોરબી વાળો મોરબી ખાતે હોવાની હકિકત આધારે પોલીસે મોરબીમાંથી આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.




Latest News