મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ


SHARE







હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ

હળવદના ચરાડવા ગામે કારખાનેદારને ગાંજાના ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને તેની પાસેથી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત ફેબ્રુઆરી માહિનામાં વાસુદેવભાઈ સોનાગ્રાએ લાલા શાંતીભાઈ પરમાર તથા મેહુલ ભરવાડ બન્ને સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના કારખાનાં ગાંજાને સળગાવવામાં આવેલ છે તેવું કહીને બંને આરોપીઓએ પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો રૂપિયા ન આપે તો ગાંજા/ NDPS ના ગંભીર પ્રકારના ખોટા કેશમાં ફસાવી દેવાની તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ હતી જેથી કરીને વાસુદેવભાઈની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી માટે તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં પોલીસે પત્રકાર મેહુલ મશરૂભાઈ ભરવાડ રહે. સુનીલનગર હળવદ વાળાની ધરપકડ કરી છે અને વધુમાં હળવદના પીઆઇએ જણાવ્યુ હતું કે, હાલમાં પકડાયેલ આરોપીની અગાઉ કેમિકલ ચોરીના ગુનામાં પણ ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, આરોપી મેહુલ ભરવાડ પાસે પત્રકારત્વને લગત કોઇપણ પ્રકારની ડિગ્રી નથી અને કોઈ કોર્સ પણ કરેલ નથી. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ પીએસઆઈ આર.બી.ટાપરીયા અને એસ.એચ.ભટ્ટ તથા સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.




Latest News