મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇકને હડફેટે લઈને આધેડનું મોત નીપજવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક બાઇકને હડફેટે લઈને આધેડનું મોત નીપજવનારા ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે ત્રીપલ સવારી બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં એક આધેડનું મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ હતા આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં ત્રાજપરની પાછળના ભાગમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા ભગવાનજીભાઈ ખોડાભાઈ ધંધાણીયા (23)એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર જીજે 39 ટી 1750 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી ફરિયાદીના પિતા ખોડાભાઈ કાનજીભાઈ ધંધાણીયા (52) તથા મનોજભાઈ રાંદલપરા અને સંજયભાઈ દેગામા ત્રણેય વ્યક્તિઓ બાઈક નંબર જીજે 13 ટીપી 6013 ઉપર જઈ રહ્યા હતા દરમ્યાન મનોજભાઈ બાઇક ચલાવતા હતા અને ફરિયાદીના પિતા અને સંજયભાઈ પાછળના ભાગે બેઠેલા હતા દરમ્યાન ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને મોઢા તથા શરીરે ગંભીર ઈજા થઇ હતી જેથી તેનું મોત નીપજયું છે. જ્યારે મનોજભાઈને પગમાં ગંભી ઇજા થઈ હતી અને સંજયભાઈને સામાન્ય ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવેલ છે હાલમાં મૃત્યુ પામેલા આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News