મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વિદેશી દારૂની 3 રેડ: 239 બોટલ દારૂ સાથે ત્રણ આરોપી પકડાયા


SHARE







મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વિદેશી દારૂની 3 રેડ: 239 બોટલ દારૂ સાથે ત્રણ આરોપી પકડાયા

મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી ત્રણ જગ્યા ઉપર વિદેશી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નાની મોટી દારૂની કુલ મળીને 239 બોટલો કબજે કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીને પકડીને પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરાઈ છે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા સંજયભાઈ ખમાણીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 183 બોટલો મળી આવતા પોલીસે 14,640 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ હેમંતભાઈ ખમાણી (28) રહે. શોભેશ્વર રોડ શાંતિવન સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ સનુરાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 48 બોટલો મળી આવતા 16,320 ની કિંમતનો દારૂ તથા 5 હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને 21,320 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો રઘાભાઈ સનુરા (38) રહે. ત્રાજપર ખરી મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીમાં ત્રાજપર ચોકડી રામકુવા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 8 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1360 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહેશભાઈ નાનકદાસ ગાંગિયા (38) રહે શોભેશ્વર રોડ મફતિયા પરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

હળવદની મોરબી ચોકડી પાસેથી બાઈક નંબર જીજે 36 2955 લઈને પસાર થયેલા શખ્સને પોલીસે રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 645 ની કિંમતની દારૂની બોટલ તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 30,645 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી ધવલ નરેન્દ્રભાઈ શુકલ (44) રહે. જોશી ફળી હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News