મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો


SHARE











આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો

મોરબીના ચિત્રકૂટ સોસાયટીમાં આજે મોડી સાંજે વોર્ડ નંબર 8 ના લોકો દ્વારા સ્વયંભૂ રીતે ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ભજીયા પાર્ટીનું આયોજન કરવા પાછળનું મુખ્ય કારણ ભાજપ દ્વારા આ વિસ્તારમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે તેના વિરોધમાં સ્થાનિક લોકોએ ભજીયા પાર્ટી યોજાઈને ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તે પૈકીના કોઈપણ એક ને ટિકિટ આપવામાં આવે તો તેનો વિરોધ નથી પરંતુ જો આયાતી ઉમેદવારને વોર્ડ નંબર 8 માં ટિકિટ આપવામાં આવશે તો સ્થાનિક લોકો દ્વારા ભાજપના સ્થાનિક આગેવાનને અપક્ષમાંથી ઉમેદવારી કરાવીને તેને ચુટાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે હજુ ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી ત્યાં જુદા જુદા વોર્ડ અને વિસ્તારોમાંથી વિરોધ lના સુર ઊઠવા લાગ્યા છે અગાઉ મોરબીના વોર્ડ નં 3 માંથી ઓબીસી સમાજના લોકો દ્વારા જિલ્લા ભાજપ, શહેર ભાજપ અને પ્રદેશ ભાજપમાં આવેદનપત્ર પાઠવીને આયાતી ઉમેદવાર નહીં પરંતુ સ્થાનિક ઉમેદવારને ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ આજે મોડી સાંજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી વોર્ડ નં 8 ના મહિલાઓ સહિતના તમામ લોકો એકત્રિત થયા હતા અને એક ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ભજીયા પાર્ટીનું આયોજન કોઈ પાર્ટીના ઉમેદવાર દ્વારા કે પછી રાજકીય આગેવાન દ્વારા નહીં પરંતુ સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ રીતે જ કરવામાં આવ્યું હતું અને વર્ષોથી આ વિસ્તારની અંદર જે ભાજપના કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે અને તેઓ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તેને અવગણીને ભાજપ પક્ષ દ્વારા આ વોર્ડની અંદર આયાતી ઉમેદવારને મુકવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા ભજીયા પાર્ટીનું આયોજન કરીને જે સ્થાનિક આગેવાનોએ ટિકિટની ભાજપ માંગણી કરી છે તેમાંથી કોઈપણ એકને ટિકિટ આપવામાં આવે આયાતી ઉમેદવાર આ વોર્ડમાં ન મુકવામાં આવે તેવી માંગ કરી છે.

જો ભાજપ દ્વારા આયાતી ઉમેદવારને વોર્ડ નં 8 માં મુકવામાં આવશે તો સ્થાનિક આગેવાનને અપક્ષમાંથી ઉમેદવારી કરાવીને તેને ચૂંટણીમાં વિજય અપાવવા માટેનો સંકલ્પ આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આમ મોરબીમાં ભાજપ દ્વારા હજુ તો મહાપાલિકા માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી ત્યાં જુદા જુદા વોર્ડની અંદરથી વિરોધનો સુર ઉઠવા લાગ્યો છે જેથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે ત્યારબાદ ભાજપ માટે ચૂંટણી પહેલા જ કપરા ચઢાણ જેવો મોરબીમાં ઘાટ સર્જાય તો નવાઈ નથી






Latest News