મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા


SHARE







હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા

હળવદના સુંદરગઢથી કડિયાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેપર મિલના ગેટ પાસેથી આધેડ બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રોંગ સાઈડમાં ટ્રક ટ્રેલર લઈને આવી રહેલા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથા, નાક અને શરીરે ગંભીર ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના નવી સિરોઇ ગામે રહેતા મેરૂભાઈ અમરશીભાઈ પંચાસરા (50)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીએક્સ 0997 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદ તાલુકાના સુંદરગઢ થી કડીયાણા ગામ વચ્ચે આવેલ નીયોની પેપર મીલના ગેટ પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 પી 0398 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન રોંગ સાઈડમાં લઈને સામેથી આવી રહ્યો હતો અને તેણે ફરિયાદીના બાઇકને હડફેટે લીધું હતું જેથી આધેડને માથા, નાક અને જમણા હાથમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેણે સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા નિખીલભાઈ અશોકભાઈ વામજા (19) નામના યુવાનને સમજુબા સ્કૂલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પૈસાની લેતી દેતી બાબતે મારામારી થઈ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે.




Latest News