મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી


SHARE







કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી

હળવદના રાયસંગપુર રોડ ઉપર આવેલ આધેડના ખેતરની બાજુમાં ખેતર ધરાવતા ખેડૂત દ્વારા પોતાના ભાગમાં જેસીબીથી કામ કરવામાં આવી રહ્યું હતું જેનો આધેડે મોબાઈલમાં ફોટો પાડ્યો હતો અને તે સામેવાળાને સારું નથી લાગતા આધેડને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારબાદ તેનો કાંઠલો પકડીને મહિલા સહિત બે લોકોએ આધેડને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને આરોપીઓએ આધેડને કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેદ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના મોરબી દરવાજા પાસે કૃષ્ણનગરમાં રહેતા અશ્વિનભાઈ અમરશીભાઈ સોનાગ્રા (50)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેહુલભાઈ ઈશ્વરભાઈ દલવાડી, જયદીપભાઇ રતિલાલ સોનાગ્રા, મેહુલભાઈના પત્ની અને સવજીભાઈ છગનભાઈ રહે. બધા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદના રાયસંગપુર રોડ ઉપર આવેલ તેઓની ખેતીની જમીને તેવો આટો મારવા માટે ગયા હતા ત્યારે મેહુલભાઈ તેના ભાગની ખેતીની જમીનમાં જેસીબીથી કામ કરતા હતા જેથી ફરિયાદીએ તેનો ફોટો પાડ્યો હતો જે મેહુલભાઈને સારું ન લાગતાં તેણે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ફરિયાદીના ટીસી પાસે જઈને ત્યાં તેનો કાંઠલો પકડ્યો હતો અને ત્યારે જયદીપભાઇએ ત્યાં આવીને ફરિયાદીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તથા મેહુલભાઈના પત્નીએ પણ ફરિયાદીને ઢિકાપાટુનો મારમાર્યો હતો અને ત્યારબાદ સવજીભાઈ છગનભાઈ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી પોતાના ઘર તરફ જતાં હતા ત્યારે આરોપીઓએ તેણે કહ્યું હતું કે “કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે” તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત ચાર લોકોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

ટંકારાના વાઘગઢ ગામે રાજુભાઈની વાડીએ રહેતા લીલાબેન રતુભાઈ મુંદડીયા (18) નામની યુવતીએ કોઈ કારણોસર જીરૂમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક બેભાન હાલતમાં 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News