મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ


SHARE











વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ

વાંકાનેરથી ઠીકરીયાળા તરફ જતાં માર્ગ પર નદી ઉપર આવેલ જૂનો કોઝવે લાંબા સમયથી જોખમી સ્થિતિમાં હતો. અને ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણીના વધુ પ્રવાહને કારણે આ માર્ગ પર અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જતી, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અને દર્દીઓને સારવાર માટે લઈ જવામાં અને લોકોને કામધંધા માટે લઈ જવામાં પણ મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે આધુનિક સુવિધાઓ સાથે નવા માઇનર બ્રિજના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બ્રિજ પૂર્ણ થયા બાદ વિસ્તારના લોકો માટે વર્ષભર સુરક્ષિત અને સરળ વાહનવ્યવહાર સુનિશ્ચિત થશે, તેમજ લાંબા ગાળાની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 

નિર્માણાધીન બ્રિજની સ્થળ મુલાકાત દરમિયાન રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામા આવ્યું હતું. અને ત્યાર બાદ સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અને બાદમાં સાંસદે સ્થાનિક લોકોની સાથે કામગીરી અંગે ચર્ચા કરી હતી અને વિકાસકાર્ય પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ મહાપાલિકાના કુલ ૭૫૧.૨૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા આ પ્રકલ્પોમાં પરિવહન, પાણી પુરવઠો, આવાસ અને શહેરી આંતરમાળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. જે આગામી સમયમાં રાજકોટની કાયાપલટ કરશે






Latest News