મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનાર શખ્સની ધરપકડ 


SHARE













માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ 

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે રહેતી યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા જેથી યુવતીના પરિવારને લોખિલ પરિવાર સાથે મનદુખ ચાલતું હતું તેવામાં પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો અને યુવતીના કાકાને ખભા, પાંસળી અને ગાલ ઉપર છરીના ઘા માર્યા હતા અને ફેક્ચર જેવી ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે માળીયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ ઉર્ફે કાળુ રાણાભાઇ બરારીયા (32)એ કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે. મોટા દહીસરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓના ભાઈના દીકરીએ આરોપીના કુટુંબના છોકરા સાથે પ્રેમલગ્ન કરેલ છે જે બાબતનું મનદુઃખ ચાલતું હતું અને તેનો ખાર રાખીને આરોપી બાઈક લઈને મોટા દહીસરા ગામના ઝાપા નજીક બાપાસીતારામ પાનના ગલ્લા પાસે ફરિયાદી પાસે આવ્યો હતો અને ત્યાં ફરિયાદીને મારી નાખવાના ઇરાદે તેના ઉપર છરી વડે હુમલો કરીને જમણા હાથમાં બગલની નીચે પાંસળીના ભાગે, ફેફસાના ભાગે, જમણા હાથમાં ખભાની નીચેના ભાગમાં માર મારીને ફ્રેકચર જેવી ઇજા કરી હતી અને ગાલ ઉપર પણ જીવલેણ ઇજા કરી હતી તથા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને માળીયા મીયાણા તાલુકા પોલીસ દ્વારા આ ગુનામાં આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે. મોટા દહીસરા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ કામગીરી માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબારની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News