મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

માળીયા (મી)ના વેણાસર ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામે વાડીએ રહીને મજૂરી કરતાં રાહુલ સમીરભાઈ મોહનિયા (19) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગત તા. 24/3 ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર બાદ મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને તેની સારવાર ચાલી રહી હતી દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન મૂળ દાહોદ જિલ્લાના જાંબુ ગામનો રહેવાસી છે અને છેલ્લા બે વર્ષથી અહીંયા રહીને ખેતીમાં મજૂરી કામ કરતો હતો અને આપઘાત કરવા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શક્યતા સેવાઇ રહી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ટંકારા તાલુકાના વીરપર નજીક બસ અકસ્માતનોબનાવ બન્યો હતો.જેમાં પેથાભાઇ હરિભાઈ પરમાર (૪૦) રહે.કીડીયાનગર કચ્છને ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના રણજીતગઢ ગામ પાસે રેલ્વે બ્રિજ નજીક માટીની ભેખડ ખસી પડતા માનસંગભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ (૩૬) રહે.ચાંચબંદર રાજુલા જી.અમરેલીને ઇજા થતા અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
છરી વડે હુમલો
મોરબીના શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ રહેતા કમલેશ બાબુભાઇ કુંઢીયા નામના ૨૫ વર્ષના યુવાન ઉપર મહારાણા પ્રતાપ સર્કલ પાસે કોઈએ છરી વડે હુમલો કર્યો હતો.જેથી કમલેશ કુંઢીયાને રાત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી સામેકાંઠે સર્કિટ હાઉસ પાસે લોખંડના પાઇપ વડે માર મારવામાં આવતા કસાબ સલેમાનભાઈ રફાઈ (૪૦) રહે.કચ્છને અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News