મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે


SHARE











વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે

વાંકાનેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી અને મહાકાળી માતાજીની તળેટીમાં આવેલ શ્રી ગાયત્રી શકિતપીઠનો આગામી તા.28 ને શનિવારના રોજ 34 મો પાટોત્સવ યોજાશે.

આ પાટોત્સવ પ્રસંગે તા.28ના રોજ સવારે 8થી 12 સ્થાપિત દેવતાઓનું પુજન તથા સમુહ જપ આ સાથે શ્રી વેદમાતા ગાયત્રી ચેરી. ટ્રસ્ટના બિલ્ડીંગ ખાતે આવેલ વાત્સલ્ય ભુવન ખાતે સવારે 10થી 1 વાગ્યા સુધી મહા રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે સાથે સાથે પ્રજ્ઞા જનસેવા ટ્રષ્ટ દ્વારા સંચાલીત તત્સત નેચર કયોર એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું પણ આયોજન ગાયત્રી શકિતપીઠ દ્વારા કરવામાં આવેલ છે.

ત્યારબાદ સાંજે 4 કલાકથી નવકુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થશે જે સતત ત્રણ કલાક ચાલુ રહેશે અને સાંજે સાત વાગ્યે પુર્ણાંહુતિ થશે. ત્યારબાદ માં વેદમાતા ગાયત્રી, માં આદ્યશકિત શ્રી અંબાજી માતાજી, શ્રી મહા સરસ્વતી માતા શ્રી મહાકાળીમાં તથા શકિતપીઠમાં સ્થાપિત દેવી-દેવતાઓની મહાઆરતી યોજાશે જેમાં હજારો લોકોની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમ ગાયત્રી શકિતપીઠના મહંત અશ્ર્વિનબાપુ રાવલે માહિતી આપતા જણાવેલ હતું.

 મહાઆરતી બાદ શકિતપીઠની બાજુમાં આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં સાંજે 7-30 કલાકથી મહાપ્રસાદનો પ્રારંભ થશે જેમાં સાતથી આઠ હજાર માંઈ ભકતો પ્રસાદ ગ્રહણ કરશે અને માંની આરાધના કરશે. તો આ દિવસે તમામ આમંત્રીત ભકતજનોએ હવન, મહાઆરતી તથા મહાપ્રસાદમાં સહ પરિવાર સાથે લાભ લેવા મહંત અશ્વિનબાપુ રાવલે યાદીમાં જણાવેલ છે.






Latest News