મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં “આપ”ના ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી કરશે બે દિવસનું રોકાણ


SHARE











મોરબીમાં “આપ”ના ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી કરશે બે દિવસનું રોકાણ

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં પત્રકાર ઈશુંદાન ગઢવી જોડાયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફી જુવાળ જોવા મળ્યો છે અને યુવાનો, સામાજિક કાર્યકરો તેમજ બિનરાજકીય યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી મોરબી આવવાના છે અને અહી બે દિવસનું રોકાણ કરવાના છે

આગામી દિવસોમાં ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી મોરબી આવવાના છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ એ.કે.પટેલની આગેવાનીમાં સ્વાગત કાર્યક્રમ તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા માટે અગત્યની મીટીંગ બોલાવવામાં આવેલ હતી જેમાં મહેમાન તરીકે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં ૫૦ નવયુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા તેમજ એક સમયે પાર્ટીના રહેલ સાથી મિત્રો કોઈ કારણસર અને સંજોગો વસાત પાર્ટીમાંથી જતા રહેલા તેઓની પણ ઘર વાપસી કરવામાં આવી છે તેમજ આગામી ૨૮ જૂન થી ૨૮ જુલાઈ સુધી સોમનાથથી અંબાજી ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને યુવા નેતા ઇશુદાન ગઢવી જન સંવેદના મુલાકાતે નીકળવાના છે ત્યારે તેઓ બંને મોરબી ખાતે બે દિવસ રોકાણ કરી કોરોનામાં મૃત પામેલ લોકોના સ્વજનોની મુલાકાત કરશે 






Latest News