મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો


SHARE







હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો

હળવદના રાયસંગપર અને મયુરનગર ગામ વચ્ચેથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અલ્ટો ગાડીમાં આવેલા ચાર શખ્સોએ તેને રોકીને વિજયભાઈ અને ભરતભાઈ સાથે કેમ બેસે છે તેવું કહીને લોખંડના પાઇપ અને ધોકા ડે મારમાર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

હળવદના ભવાનીનગર ઢોરો લાંબી દેરી વિસ્તારમાં રહેતા મહેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ લીલાભાઈ ગોહિલ (29)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસ.પી. કોળી રહે. કુંભારીયા, સામતભાઈ રામાભાઈ ભરવાડ, ગણપતભાઈ ભરવાડ અને નિલેશભાઈ હમાભાઇ સુરેલા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાયસંગપર અને મયુરનગર વચ્ચે આવેલ બાપા સીતારામની મઢૂલી પાસે તે હતો ત્યારે કાળા કલરની નંબર વિનાની રામધણી લખેલી અલ્ટો કારમાં આરોપીઓ આવ્યા હતા અને ફરિયાદી પાસે કાર ઊભી રાખીને વિજયભાઈ અને ભરતભાઈ સાથે કેમ બેસે છે તેવું કહીને તેને પાઇપ અને લાકડાના ધોકા વડે માર્યો હતો અને જમણા હાથ, ડાબા પગના ઢીંચણ અને ડાબા પગના પંજામાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

દારૂની બે બોટલ સાથે એક પકડાયો

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર કનૈયા પાન પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે નાની બોટલ મળી આવી હતી જેથી પોલીસે 550 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી કીર્તિભાઈ જયંતીલાલ વરાણીયા (23) રહે. ત્રાજપર ખારી રામજી મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર શહેરમાં આવેલ કિશન સોસાયટી મહાદેવનગરમાં રહેતા કિશોરસિંહ બનેસિંહ ઝાલા (56) નામના આધેડ તેઓના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેકનો હુમલો આવી જવાના કારણે તેઓનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News