મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

જળ એ જ જીવનના મંત્રને સાર્થક કરવા અને જળ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી વધારવાના ઉમદા હેતુથી વાસ્મો-મોરબી દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણકાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાણીવેરા પ્રોત્સાહન અને જળ વિતરણ વ્યવસ્થામાં આદર્શ કામગીરી કરનાર પાણી સમિતિઓ તેમજ કર્મનિષ્ઠ મહિલા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રામીણ સ્તરે પાણીના સુચારૂ વિતરણ અને વ્યવસ્થાપનમાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકા માટે મહિલાઓને વિશેષ બહુમાન કરાયું હતું.

આ પ્રસંગે વાસ્મો કચેરીના તજજ્ઞો દ્વારા મહિલાઓને પાણીવેરાની અગત્યતા, પાણી સમિતિ અને SHG ના સંકલનથી થતા ફાયદા, પાણીની બચત તેમજ વિતરણ લાઇનની મરામત અને નિભાવણી જેવા પાયાના મુદ્દાઓ પર ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી જિલ્લામાં જળ સુરક્ષા અને મહિલા સશક્તિકરણના સમન્વયથી નવી દિશા કંડારવામાં આવી હતી અને મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના વિવિધ ગામોની ગ્રામ પંચાયત, પાણી સમિતિ તેમજ સખી મંડળ (SHG) ના મહિલા સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જળ સંચયનો નિર્ધાર કર્યો હતો. આ કાર્યક્રમમાં વાસ્મો યુનિટ મેનેજર અને પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.એસ. દામા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, ICDS જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, ડેપ્યુટી ઈજનેર પ્રિયંકાબેન કુકડીયા, કાર્યપાલક ઈજનેર પૂર્વાંગીબેન ગોસાઈ, ડેપ્યુટી ઈજનેર આર.ડી. બાવરવા તેમજ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.






Latest News