મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો


SHARE







મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો

મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખની ટર્મ પૂરી થઈ રહી છે જેથી કરીને વોલ ટાઇલ્સ ડિવિઝનના નવા પ્રમુખ માટે કુલ ત્રણ કારખાનેદારો દ્વારા દાવેદારી કરવામાં આવી છે અને કાલે વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદે માટે ચૂંટણી યોજવાની છે અને સિરામિક વોલ ટાઇલ્સનું કારખાનું ધરાવતા એસો.ના કુલ મળીને 161 સભ્યો દ્વારા મતદાન કરવામાં આવશે અને સાંજે મતગણતરી પૂરી કરીને વિજેતાનું નામ જાહેર કરી દેવામાં આવશે.

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ હરેશભાઈ બોપલિયા છેલ્લા ચાર વર્ષ એટ્લે કે બે ટર્મથી કાર્યરત છે અને આગામી 31 માર્ચના રોજ તેઓની ટર્મ પૂરી થઈ રહી છે. ત્યારે ચૂંટણી વગર પ્રમુખની પસંદગી કરવામાં આવે તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા જો કે, વોલ ટાઇલ્સ એસો. ના પ્રમુખ પદ માં માટે એક કે બે નહીં પરંતુ ત્રણ કારખાનેદારો દ્વારા દાવેદારી કરવામાં આવેલ છે અને ઉમેદવારો તેમજ તેઓના સમર્થકો દ્વારા રૂબરૂ, સોશયલ મીડિયાથી તેમજ ફોન કરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મોરબી વોલ ટાઇલ્સ ડિવિઝનમાં પ્રમુખ પદ માટે કાલે તા 21 ના રોજ ચૂંટણી યોજવાની છે જેમાં પ્રમુખ પદના દાવેદાર તરીકે કેવલભાઈ સંઘાણી, નરેન્દ્રભાઈ સંઘાત અને કાંતિભાઈ સીતાપરા ઉમેદવાર છે અને મોરબીમાં સિરામિક વોલ ટાઇલ્સનું કારખાનું ધારવતા હોય તેવા 161 સભ્યો છે જેઓ દ્વારા કાલે સવારે 10:30 થી 4:30 સુધીના સમયગાળામાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે અને ત્યાર બાદ સાંજ સુધીમાં મતગણતરી પૂરી કરીને મોરબી વોલ ટાઇલ્સ ડિવિઝનના નવા પ્રમુખ જાહેર કરી દેવામાં આવશે. તેવી માહિતી જાણવા મળેલ છે.






Latest News