મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મનપા દ્વારા એલ. ઈ. કોલેજ ખાતે મિલેટ મહોત્સવ યોજાશે


SHARE







મોરબીમાં મનપા દ્વારા એલ. ઈ. કોલેજ ખાતે મિલેટ મહોત્સવ યોજાશે

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ નિમિત્તે "મિલેટ ડેવલોપમેન્ટ યોજના" કાર્યરત છે જે અન્વયે મોરબી મહાનગર પાલિકા દ્વારા મિલેટ મહોત્સવ તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ એલ. ઈ. કોલેજ ખાતે યોજાશે. જેના સુચારૂ આયોજન અંગે એક બેઠક મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં મિલેટ મહોત્સવમાં મિલેટ બેઇઝ રેડી ટુ ઇટ, લાઇવ ફૂડ આઈટમ, પ્રાકૃતિક કૃષિ પેદાશોના  સ્ટોલના આયોજન માટે સમિતિના સભ્યોને કામગીરી સોપાઈ હતી. દૈનિક જીવનમાં લોકો પોષણક્ષમ આહાર મેળવે તે આજના સમયની જરૂરિયાત છે ત્યારે મોરબીમાં યોજાનાર મિલેટ મહોત્સવમાં વધુને વધુ લોકો સહભાગી થાય તેવો અનુરોધ મ્યુ. કમિશનરએ કર્યો હતો આ તકે જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિવેક ભટ્ટ, નાયબ મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા,  જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડિયા, સીડીએચઓ પવનકુમાર શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News