મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી


SHARE













મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી

મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા ગેસ એજન્સી નોડલ ઓફિસર તથા ડિસ્ટ્રિબ્યુટરની બેઠકનું કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસપી મુકેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કલેકટરે ગેસ એજન્સીના વિતરકોને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના હેતુફેર કે કાળા બજારના કરવા માટે તાકીદ કરી હતી. અને જો ગેસ એજન્સી અને વિતરકો ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર - એલ.પી.જી.ના કાળા બજાર કરતા પકડાશે તો તેની સામે કડક  કાર્યવાહી કરવામાં આવશે. તેવી સૂચના પણ આપવામાં આવેલ છે.

આ બેઠકમાં એસપી મુકેશ પટેલે કહ્યું હતું કે ગેસના બાટલા એલ.પી.જી.માં કાળા બજાર કરનારા તત્વોને આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આગળ જતાં પાસા જેવી સખત કાર્યવાહી પણ કરાશે. તેમજ આવી એજન્સીઓના લાયસન્સ રદ કરી તેમને બ્લેક લિસ્ટ કરાશે. જેથી હાલના સંજોગોમાં ગેસ વિતરણ કર્તાઓ ગંભિરતા દાખવે તેવી તાકિદ કરાઇ હતી. ગેસ વિતરણ કરતી એજન્સીઓને એલપીજી સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે પોલીસ પ્રોટેકશન પણ પૂરું પડાશે. ગેસનું પરિવહન અને વિતરણ માન્ય વાહનમાં જ કરવાનું રહેશે.

કલેકટરે જણાવ્યુ હતુ કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. અને ઘરેલુ ગેસ સિલિન્ડર તથા પીએનજી ગેસ પાઇપ લાઇન મારફત પૂરો પાડવામાં આવે છે તેનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.  અને ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્‍દ્ર સરકારના સૂચન હેઠળ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્‍ડરના બુકીંગ વચ્ચે શહેરી વિસ્તારમાં 25 દિવસનો સમયગાળો તથા ગ્રામીણ વિસ્તાર માટે 45 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલ.પી.જીનો બિન જરૂરી સંગ્રહ ન કરવામાં આવે તેવો અનુરોધ છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્‍ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવ્યુ છે. પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ એલ.પી.જી ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે. આવા સમયે ગેસ વિતરણ કરતી એજન્સી અને વિતરકોને સાથે પણ બિન જરૂરી સંઘર્ષ ના કરવા અને તેઓને સહયોગ આપવા અપીલ છે.

જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ કહ્યું હતું કે, તમામ ગેસ વિતરકોએ ગેસ સ્ટોકની આવક જાવકનું મેન્યુઅલ રજીસ્ટર ફરજિયાત નિભાવવાનું રહેશે. તેમજ ઓનલાઇન પણ ડેટા એન્ટ્રી પણ કરવાની રહેશે. જો તેમાં કોઇ શંકાના દાયરામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એસ.જે. ખાચર,  ગેસ એજન્સી નોડલ ઓફિસર તથા ડિસ્ટ્રિબ્યુટર વગેરે ઉપસ્થિત રહયા હતા.




Latest News