મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક યુવાનને કચડી નાખનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના લાલપર નજીક યુવાનને કચડી નાખનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના લાલપર ગામ પાસે રાહદારી યુવાનને હડફેટે લઈને ટ્રક નીચે કચડી નાખ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ જામનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ મૂનનગર ચોક પાસે ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ ભીખાભાઈ જીવાણી (44) એ ટ્રક નંબર આરજે 32 જીસી 6937 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા તેઓના મોટા ભાઈ રસિકભાઈ ભીખાભાઈ જીવાણી (46) ગત તા 11/3 ના સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે શૈલેષ વે બ્રિજ નજીકથી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને રસિકભાઈ રસ્તા ઉપર નીચે પટકાતા ટ્રકના તોતિંગ વ્હીલ તેના શરીર ઉપરથી ફરી ગયા હતા જેથી કરીને રસિકભાઈને ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા ધનંજયભાઈ યાદવની 12 વર્ષની દીકરી સાક્ષીબેન રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટ પાસે સાયકલ ઉપરથી પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ફિનાઇલ પી લીધું

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ ભોઈવાડા વિસ્તારમાં રહેતા યાસ્મીનબેન ઈસ્માઈલભાઈ માકડીયા (28) નામની મહિલાએ કોઈ કારણસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.






Latest News