મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જૂની બોલાચાલીનો ખાર રાખીને યુવાનના હાથમાં બચકું ભરી લઈને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ


SHARE











વાંકાનેરમાં જૂની બોલાચાલીનો ખા રાખીને યુવાનના હાથમાં બચકું ભરી લઈને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ

વાંકાનેરમાં આવેલ વોરા સમાજના જમા ખાનામાં જમવા બેસવા બાબતે યુવાન સાથે બોલાચાલી થઈ હતી જે બાબતનો ખા રાખીને બે શખ્સો દ્વારા તેની સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારે બે પૈકી એક શખ્સે યુવાને જમણા હાથની આંગળીમાં બચકું ભરી લીધું હતું અને બીજા શખ્સે દાઢી ખેંચીને યુવાનને પછાડી દઈને ગાળો આપી હતી અને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના દિવાનપરામાં ઈદમસ્જિદ પાસે રહેતા હુસેનભાઇ મહમદહુસેન વેદ (દાઉદી વોરા) (39હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મુર્તુજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી રહે. બંને વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરમાં આવેલ વોરા સમાજના જમાખાના પાસે તેઓ હતા ત્યારે અગાઉ આરોપીઓ સાથે જમાતખાનામાં જમવા બેસવા બાબતે બોલાચાલી થઈ હતી તે બાબતનો ખા રાખીને આરોપી મુર્તુજાએ ફરિયાદી સાથે ઝપાઝપી કરીને જમણા હાથની આંગળીમાં બચકૂ ભરી લીધું હતું જ્યારે અબ્બાસભાઈએ ફરિયાદીની દાઢીને ખેંચીને પછાડી દીધા બાદ ગાળો આપી હતી અને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News