મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













હળવદના ચરાડવા ગામે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ ચરાડવા ગામે ઉગમણા ઝાપા પાસે દલવાડી સમાજની વાડી નજીકથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામે રહેતા ગુલાબસિંહ રામભાઈ અસવાર (47) એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર એચઆર 38 એબી 0478 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ ચરાડવા ગામના ઉગમણા ઝાપા પાસે દલવાડી સમાજની વાડી નજીકથી તેઓનો ભત્રીજો કુલદીપસિંહ ઉમેદસિંહ અસવાર બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે  હળવદ બાજુથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપર ફરિયાદીના ભત્રીજાના બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કુલદીપસિંહને માથામાં તથા શરીરે ગંભીર જાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાહન અકસ્માતમાં ઇજા
હળવદના સુખપર ગામ પાસે ડબલ સવારી બાઈક અને કાર અકસ્માતનો બનાવ બન્યો હતો આ અકસ્માત બનાવમાં યુવરાજ રઘુભાઈ દેગામા (૧૭) તથા પ્રવીણ સુંદરજીભાઈ દેગામાં (૧૭) રહે.બંને ગોપાલગઢ તા.ધાંગધ્રા ને ઈજા થતાં બંનેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેરના વઘાસીયા ગામે રહેતા અને કામકાજ કરતા અખિલેશ સુનિલભાઈ નિશાર નામના ૧૮ વર્ષના યુવાનને વઘાસીયા ખાતે મારામારીમાં ઈજા થતાં સારવાર માટે મોરબી લવાયો હતો.




Latest News