મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં કારમાંથી 17 બીયરના ટીન સાથે એક પકડાયો: બિનવારસી રિક્ષામાંથી 20 બોટલ દારૂ કબ્જે, આરોપીની શોધખોળ


SHARE











મોરબીમાં કારમાંથી 17 બીયરના ટીન સાથે એક પકડાયો: બિનવારસી રિક્ષામાંથી 20 બોટલ દારૂ કબ્જે, આરોપીની શોધખોળ

મોરબીના સનાળા ગામે મંદિરની પાછળથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી બિયરના 17 ટીમળી આવ્યા હતા જેથી બીયર અને કાર સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે જયારે લાતી પ્લોટ શેરી નં-3 માં બિનવરસી હાલતમાં પડેલ રિક્ષામાંથી દારૂની નાની 20 બોટલ મળી આવી હતી જેથી રિક્ષાના ચાલક સામે ગુનો નોંધાયો છે.

મોરબી નજીકના સનાળા ગામે શક્તિ માતાજીના મંદિરની પાછળના ભાગેથી સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એસી 1577 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી બિયરના 17 ટીમળી આવ્યા હતા જેથી 2040 ની કિંમતતો બિયરનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ ફુલ મળીને 3,02,040 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી વિશ્વરાજસિંહ અનુભા જાડેજા (21) રહે. સનાળા પ્લોટ વિસ્તાર મોરબી વાળાને પકડીને તેની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

દારૂની નાની 20 બોટલ ઝડપાઇ

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-3 માં આવેલ માસુમ હોસ્પિટલ પાસેથી રીક્ષા નંબર જીજે 1 ટીએચ 3482 પડી હતી તે રીક્ષાને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા રિક્ષામાંથી દારૂની નાની 20 બોટલ મળી આવી હતી જેથી 2400 રૂપિયાની કિંમતનો દારૂ તથા રીક્ષાને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે જોકે રીક્ષા બિનવારસી હાલતમાં પડી હોય હાલમાં રીક્ષાના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News