ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે વીજપોલ ઊભો નહીં કરવા બાબતે ઝઘડો કરીને વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











હળવદના રણમલપુર ગામે વીજપોલ ઊભો નહીં કરવા બાબતે ઝઘડો કરીને વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો

હળવદના રણમલપુર ગામે રહેતા વૃદ્ધ સાથે તે જ ગામમાં રહેતા ત્રણ શખ્સોએ વીજપોલ ઊભો નહીં કરવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે વૃદ્ધને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (61)એ હાલમાં હરજીભાઈ કરમશીભાઈ રબારી, નરેશભાઈ હરજીભાઈ રબારી અને ખોડાભાઈ ગોવિંદભાઈ રબારી રહે. બધા રણમલપુર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ તેની સાથે વીજપોલ ઉભો નહીં કરવા બાબતે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેને ગાળો આપી હતી અને નરેશભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને પગમાં મારમારીને ઇજા કરી હતી અને ખોડાભાઈએ લાકડાના ધોકા વડે પીઠના ભાગે મારમાર્યો હતો તેમજ હરજીભાઈએ લાકડી વડે વૃદ્ધને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વરલી જુગારની બે રેડ

મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ સોરીસો ચોકડી પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી સુનિલભાઈ વજુભાઇ પરમાર (26) રહે. ખોડીયાર પરા લધીરપુર મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસ 180 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આવી જ રીતે માળીયાની મોટી બજારમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જાવીદભાઈ મહેબૂબભાઈ માણેક (25) રહે. ભટ્ટીવાસ માળીયા મીયાણા વાળો વરલીના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News