મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઘરમાં સાપ કરડી જતાં એક વર્ષની બાળકીનું મોત: મોરબીના જાંબુડીયા ગામે છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ યુવાનનું મોત


SHARE











વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઘરમાં સાપ કરડી જતાં એક વર્ષની બાળકીનું મોત: મોરબીના જાંબુડીયા ગામે છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ યુવાનનું મોત

વાંકાનેરના પીપળીયા રાજ ગામે રહેતા પરિવારની એક વર્ષની દીકરી બારી પાસે હાથ રાખીને ઉભી હતી અને રમતી હતી ત્યારે તેને ડાબા હાથે સાપ કરડી જતા તે બાળકીનું મોત નીપજયું છી હતું જેથી આ બનાવની મૃતક બાળકીના માતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

મૂળ વાંકાનેરના સિંધાવદર ગામના રહેવાસી અને હાલમાં પીપળીયા રાજ ગામે ઈકબાલભાઈ દેકાવાડિયાના મકાનમાં રહેતા આસ્તાનાબેન મહમદફયાઝ શેરસીયાની એક વર્ષની દીકરી આઈસાબેન શેરસીયા પોતાના ઘરની અંદર પીપળીયા રાજ ગામે રમતી હતી અને સેટી પલંગ ઉપર ચડીને બારી ઉપર હાથ રાખીને રમતી હતી ત્યારે તેને ડાબા હાથે સા કરડી ગયો હતો જેથી કરીને તે બાળકીનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતક બાળકીની માતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ બ્લુ આર્ટ ગ્રેનાઈટો કારખાના ક્વાર્ટરમાં રહેતા મહેશભાઈ નારસિંહ પરમાર (23) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તે યુવાને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી






Latest News