મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં ચરાડવા-સમલી વચ્ચે બાઇક સ્લીપ થતાં નાડધ્રી ગામના યુવાનનું મોત


SHARE







હળવદ તાલુકાનાં ચરાડવા-સમલી વચ્ચે બાઇક સ્લીપ થતાં નાડધ્રી ગામના યુવાનનું મોત

હળવદના ચરાડવા અને સમલી ગામની વચ્ચે આવેલા રોડ ઉપરથી બાઇક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો. દરમ્યાન કોઈ કારણસર તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતના બનાવમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવની મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સુરેન્દ્રનગર જિલ્લાના નાડધ્રી ગામના રહેવાસી રમેશભાઈ જાદૂભાઈ ઓગાણિયા (40) નામનો યુવાન ગત તા. 21 ના રોજ રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના ચરાડવા અને સમલી ગામ વચ્ચેના રોડ ઉપરથી બાઈક નંબર જીજે 13 બીએમ 0650 લઈને પસાર થઈ રહ્યો હતો અને પોતાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં કોઈ કારણોસર બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં રમેશભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ જીવણભાઈ જાદુભાઈ ઓગાણિયા (38) રહે. નાડધ્રી વાળાએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News