મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડી પાસે રહેતા વૃદ્ધાએ બીમારીઓથી કંટાળીને જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત


SHARE







મોરબીમાં અવની ચોકડી પાસે રહેતા વૃદ્ધાએ બીમારીઓથી કંટાળીને જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત

મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધાને બીપી અને માનસિક સહિતની બીમારીઓ હતી જે બીમારીઓથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર પોતાની જાત જલાવી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ કૃષ્ણાનગર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા ગોદાવરીબેન મોહનભાઈ પનારા (75)એ ગત તા. 22/2 ના રોજ સવારના 6:00 વાગ્યા પહેલા પોતે પોતાની જાતે પોતાના શરીર ઉપર આગ ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝ ગયેલા વૃદ્ધાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ગંભીર રીતે દાજી ગયેલ વૃદ્ધાનું તા. 25/2 ના રોજ ચાલુ દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરા જીતેન્દ્રભાઈ મોહનભાઈ પનારા (46) રહે. શિવપાર્ક સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા બે થી ત્રણ વર્ષથી મૃતક વૃદ્ધાને બીપીની અને માનસિક બીમારી હતી તેમજ અન્ય બીમારીઓના કારણે તેઓને શરીરમાં ધ્રુજારી આવતી હતી આમ બીમારીઓથી કંટાળી જઈને પોતે પોતાની જાત જલાવી લીધી હતી અને વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News