મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પી.જી.વી.સી.એલ.એ વળતરના કેસમાં કરેલ અપીલને 10 હજારના ખર્ચ સાથે રદ્દ કરવાનો ડીસ્ટ્રીક્ટ કોર્ટે કર્યો હુકમ


SHARE











મોરબી પી.જી.વી.સી.એલ.એ વળતરના કેસમાં કરેલ અપીલને 10 હજારના ખર્ચ સાથે રદ્દ કરવાનો ડીસ્ટ્રીક્ટ કોર્ટે કર્યો હુકમ

મોરબી પી.જી.વી.સી.એલ. દ્વારા નીચની કોર્ટે વળતર માટે કરેલા આદેશની સામે મોરબીની ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં આપીલ કરી હતી જેની સામે રીસ્પોંન્ડટના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને પી.જી.વી.સી.એલ. દ્વારા દાખલ કરવામાં આવેલ અપીલને રૂપીયા 10,000 ખર્ચ સહીત રદ કરવાનો હુકમ કર્યો છે.

અપીલ કેસની હકીકત એવી હતી કે, પી.જી.વી.સી.એલ. મોરબીએ નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબે રેગ્યુલર દિવાની દાવા નંબર-28/2015 ના કામે વીજ શોકથી અવસાન પામેલ ગુજરનાર અમીત રામજીભાઈ પટેલના અકસ્માત વળતરના કેસમાં પી.જી.વી.સી.એલ. મોરબીની બેદરકારી સાબીત માની રૂપીયા 3,23,000 કેસ દાખલ થયા તારીખથી વસૂલ થતાં સુધી 7.5 ટકા વ્યાજ સાથે ચૂકવવા તા. 26-12-2017 ના રોજ હુકમ કર્યો હતો જે હુકમથી નારાજ થઈને હાલની અપીલ પી.જી.વી.સી.એલ. મોરબીએ દાખલ કરેલ હતી જે હાલની અપીલ રેગ્યુલર અપીલ નંબર-10/2019 નામદાર ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં નામદાર ડીસ્ટ્રીક્ટ જજ સાહેબે રીસ્પોંન્ડટ (ગુજરનાર અમીત રામજીભાઇ પટેલના વારસદારો) ના એડવોકેટ મોરબીના સીનયર એડવોકેટ ગૌતમ ડી. વરીયાની દલીલને ધ્યાને લઈને પી.જી.વી.સી.એલ.ની બેદરકારીથી બનાવ બનેલ હતો અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના ડીસ્ટ્રીક્ટ જજ શ્રીવાસ્તવ સાહેબે પી.જી.વી.સી.એલ.ની અપીલ રૂપીયા 10,000 ખર્ચ સહીત રદ કરતો હુકમ ફરમાવેલ છે. અને નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખેલ છે. આ કેસમાં રીસ્પોન્ડટ (ગુજરનાર અમીત રામજીભાઇ પટેલના વારસદારો) ના એડવોકેટ તરીકે મોરબીના જાણીતા અને સીનીયર એડવોકેટ ગૌતમ ડી. વરીયા રોકાયેલા હતા






Latest News