મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વીજ ગ્રાહકો પાસેથી બાકી બિલની રિકવરી દરમ્યાન એક જ દિવસમાં 3513 વીજ જોડાણ કટ: 4.19 કરોડની વસૂલાત કરાઇ


SHARE











મોરબીમાં વીજ ગ્રાહકો પાસેથી બાકી બિલની રિકવરી દરમ્યાન એક જ દિવસમાં 3513 વીજ જોડાણ કટ: 4.19 કરોડની વસૂલાત કરાઇ

મોરબી જિલ્લામાં વીજ ગ્રાહકો પાસેથી બાકી બિલની રિકવરી કરવા માટે મેગા ડીસકનેક્શન ડ્રાઇવનું આયોજન કર્યું હતું અને તે અંતર્ગત ગઇકાલે પીજીવીસીએલની 210 જેટલી ટીમો જુદા જુદા વિસ્તારમાં કામગીરી કરી રહી છે અને એક જ દિવસમાં 3513 જેટલા વીજ ગ્રાહકોના વિજ કનેક્શનને ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે અને કુલ મળીને 4.19 કરોડની વસૂલાત કરવામાં આવેલ છે.

પીજીવીસીએલની વડી કચેરી દ્વારા સમગ્ર વિસ્તારની અંદર બાકી બિલની રિકવરી કરવા માટે થઈને મેગા ડીસકનેક્શન ડ્રાઇવનું આયોજન કરવાનું છે તે અંતર્ગત મોરબી સર્કલ ઓફિસે હેઠળ આવતા 12 સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં વીજ બિલ બાકી હોય તેવા ગ્રાહકો પાસેથી રિકવરી કરવા માટે તેને કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત ગઇકાલે સવારથી મોરબી પીજીવીસીએલની 210 જેટલી ટીમો સમગ્ર જિલ્લાની અંદર વીજબિલ બાકી હોય તેવા ગ્રાહકો પાસેથી નાણાંની રિકવરી કરવા માટેની કામગીરી કરી રહી છે દરમિયાન અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે લગભગ એક જ દિવસમાં મોરબી જીલ્લામાં 3513 વીજ ગ્રાહકોના વિજ કનેક્શનને કટ કરવામાં આવ્યા છે અને કેટલાક વીજ ગ્રાહકો દ્વારા સ્થળ ઉપર જ તેમના બાકી બિલની રકમ વીજ કંપનીના અધિકારી અને કર્મચારી પાસે જમા કરવામાં આવી હતી જેથી એક જ દિવસમાં મોરબી જીલ્લામાં કૂલ મળીને 4.19 કરોડની વસૂલાત કરવામાં આવેલ છે. તેમજ 4.51 લાખ રૂપિયા પેનલ્ટીના વસૂલ કરવામાં આવેલ છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, હાલમાં જે રીતની કામગીરી કરવામાં આવી છે આવી જ રીતે આગામી 31મી માર્ચ સુધી મોરબી જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા કામ કરવામાં આવશે.






Latest News