મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ગાર્ડ ઓફ ઓનર સાથે નિવૃત આર્મીમેનની અંતિમક્રિયા કરાઇ


SHARE







માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ગાર્ડ ઓફ ઓનર સાથે નિવૃત આર્મીમેનની અંતિમક્રિયા કરાઇ

માળિયાની તાલુકાના જુના ઘાટીલા ગામના રહેવાસી અને હાલમાં મોરબી ખાતે રહેતા નિવૃત્ત આર્મીમેનને મોઢાના કેન્સરની બીમારી હતી દરમિયાન તેઓની તબિયત ખરાબ થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું હતું જેથી તેઓના વતન જુના ઘાટીલા ગામે ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી

મોરબીમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ પ્રમુખ રેસીડેન્સી મુનહિલ્સ એપાર્ટમેન્ટમાં હાલ રહેતા મૂળ જૂના ઘાટીલાના રહેવાસી નિવૃત્ત આર્મીમેન વિનોદકુમાર મગનભાઈ વિડજા (54)ને છેલ્લા ત્રણેક વર્ષથી મોઢાના કેન્સરની બીમારી હતી અને ગત તા.24/2 ના સાંજના 6 વાગ્યાના અરસામાં તેઓની તબિયત ખરાબ થતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન વિનોદકુમાર વિડજાનું અવસાન થયું હતું ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિનોદકુમાર વિડજા નિવૃત્ત આર્મી મેન હોય તેઓની ગાર્ડ ઓફ ઓનર સાથે તેઓના વતન જુના ઘાટીલા ગામે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી અને ત્યારે આર્મીના જવાનો, પરિવારજનો અને ગ્રામજનો સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા

150 લિટર દેશી દારૂ

હળવદમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં રફિકભાઈ જામની કબજા વાળી જગ્યામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દોઢસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને આરોપી રફિકભાઈ કાદરભાઈ જામ (34) રહે જીઆઇડીસી જીનની દિવાલ પાછળ મફતિયાપરા હળવદ વાળાને પકડીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News