મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા


SHARE







મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા

મોરબી મહાનગર પાલિકામા પંચાસર રોડ આવેલ છે.આ રોડને સિમેન્ટ કોન્ક્રેટ રોડથી મઢવાનું કામ છ મહિના પહેલા કરવામાં આવેલ હતું.હાલ આ સિમેન્ટ કોન્ક્રેટ રોડમા ગાબડાઓ પડી જવા પામેલ છે.! તો શું ? સિમેન્ટ કોન્ક્રેટ રોડ એટલો સમય જ ટકે ? આવા રોડની લાઈફ કેટલી નક્કી કરેલ હોય છે ?  જેવા પ્રશ્નો સાથે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને પગલાં લેવા માંગ કરી છે.

આ કામ સરકારી પૈસા કે જે લોકોના ટેક્ષ દ્વારા સરકાર પાસે આવતા હોય છે.જે પૈસાથી આવા કામો થતા હોય છે.જો સરકારી પૈસા દ્વારા થતા કામો આવા નબળા થાય તો તેના માટે જવાબદાર કોણ ? આ કામ મંજુર કરનાર અધિકારી, કામ કરાવનાર અધિકારી, કોન્ટ્રાકટર વગેરેની કોઈ જવાબદારી બને છે કે નહિ ?  જો આવું જ ચાલશે તો મોરબીમા બધા જ રોડ દર વર્ષે નવા કરવા પડશે અને જો સરકારના પૈસે  થયેલા રોડ જો આવા બનતા હોય તો આના માટે જવાબદાર કોણ ? આવા વેધક સવાલો સાથે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી.બાવરવા (કે.ડી.બાવરવા) એ વધુમાં જણાવ્યુ છેકે મુખ્યમંત્રી દ્વારા આવા કામની યોગ્ય તપાસ કરાવીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.






Latest News