મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો


SHARE







વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાનની બહેન રિસામણે બેઠેલ છે જેથી સમાધાન કરવા માટે થઈને યુવાન વેવાઈના ઘરે ગયો હતો ત્યારે વેવાણએ યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા તેઓએ યુવાનના હાથ ઉપર બચકું ભરી લીધું હતું ત્યાર બાદ વેવાઈએ યુવાનને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મોહમદશરીફભાઇ હનિફભાઇ પાયક (38)એ હાલમાં તેઓના વેવાઈ સલીમભાઈ લોલાડીયા અને તેના પત્ની સઇદાબેન સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓના બહેન રિસામણે બેઠેલ હોય સમાધાનની વાત કરવા માટે થઈને સલીમભાઈના ઘરે ગયા હતા ત્યારે સઇદાબેને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી હતી અને ફરિયાદી ગાળો બોલવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને જમણા હાથમાં બચકું ભરી લીધું હતું. ત્યારબાદ સલીમભાઈએ ફરિયાદીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને સાહેદ ફરિયાદીને ઘરની બહાર લઈ જતા હતા ત્યારે સલીમભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે ઉલેખનીય છેકે, આ માથાકૂટ ગત તા.17/2 ના રોજ થઈ હતી અને અગાઉ સઇદાબેન સલીમભાઈ લોલાડીયાએ શરીફભાઈ હનીફભાઈ પાયક, શરીફ ભાઈનો સાળો અદનાન તથા બે અજાણ્યા શખ્સો આમ કુલ 4 શખ્સોની સામે ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેમના દીકરાનો કૌટુંબિક સાળો શરીફભાઈ પાયક સહિતના ચારેય તેઓના ઘરે આવ્યા હતા અને તેઓને માથાના વાળ પકડીને માથા ઉપર ઢીકા માર્યા હતા તેવા સમયે તેઓના પતિ સલીમભાઈ ઘરે આવતા તેને પણ આરોપીઓ મારમાર્યો હતો અને શરિફભાઈએ સલીમભાઈની ડોક દબાવી હતી જેથી તેઓએ તેને બચકું ભર્યું હતું ત્યારે સલિમભાઈને છોડ્યા હતા. આમ આ બનાવમાં સામસામે ફરિયાદી નોંધાયેલ છે.






Latest News