મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ દયાનંદ પોલીપેક સામેથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રીક્ષા ચાલકે તેના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા રોડ સાઈડમાં લગાવવામાં આવેલ રેલિંગ સાથે રીક્ષા અથડાઈ હતી અને રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલ બે સગા ભાઈઓને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

ટંકારાના ધ્રુવનગર ગામે રહેતા લખમણભાઇ ઉર્ફે લખો નાજાભાઇ રાણા (35)એ હાલમાં રીક્ષા નંબર જીજે 36 યુ 1507 ના ચાલક દિનેશભાઈ ઝાપડા રહે. ટંકારા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ દયાનંદ પોલીપેક કારખાના સામેથી આરોપી પોતાની રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદી તથા ફરિયાદીના ભાઈ રમેશભાઈ પોલાભાઈ રાણા બંને રીક્ષામાં બેઠેલા હતા અને રીક્ષા ચાલકે બેફિકરાયથી તેની રીક્ષા ચલાવી હતી અને રીક્ષાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી કરીને રીક્ષા રોડ સાઈડમાં લગાવવામાં આવેલ રેલિંગ સાથે અથડાઈને રીક્ષા પલટી મારી ગઈ હતી આ બનાવમાં ફરિયાદીના ભાઈ રમેશભાઈ રાણાનો ડાબો પગ રીક્ષા નીચે દબાઈ જતા તેને ગંભીર થઈ હતી તેમજ માથા અને જમણા પગે પણ ઇજાઓ થઈ હતી જ્યારે ફરિયાદીને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હતી માટે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને રિક્ષાચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News