મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું


SHARE







મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું

મોરબીના લક્ષ્મીનગર ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતી બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતા 15 પાડા મળી આવ્યા હતા જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાડા ભરીને જઈ રહેલી બોલેરો ગાડી તથા તેનું પાઇલોટિંગ કરતી બોલેરો ગાડી અને અબોલ જીવ સહિત કુલ મળીને 10.80 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી હાલમાં બાળકિશોર સહિત કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જે પૈકીના બે આરોપીને પકડીને તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં આવેલ વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા (32)હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શનાવલા સોજમામદ મલીક (33) રહે. મોટા સરાડા ભુજ, બ્બાસભાઈ રહેમાનભાઈ લાખા (43) રહે. લક્ષ્મીપરા વાંકાનેર તેમજ એક બાળકિશોર સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામના બસ સ્ટેશન સામેથી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 12 સિટી 8399 પસાર થઈ રહી હતી ત્યારે તે બોલેરો ગાડીને રોકીને ચેક કરવામાં આવી હતી અને આ ગાડીમાં ક્રૂરતા પૂર્વક બાંધીને 15 પાડાને લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને 30,000 રૂપિયાની કિંમતના પાડા તથા 5 લાખ રૂપિયાની બોલેરો ગાડી અને પાડા પહોંચાડવા માટે રસ્તો બતાવવા પાયલોટિંગ કરી રહેલ બોલેરો ગાડી નંબર જીજે 3 ઝેડ 7805 જેની કિંમત 5.50 લાખ રૂપિયા આમ કુલ મળીને 10,80,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં આ ગુનામાં બે આરોપીને પકડીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News