મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરની અમરસર ફાટકે બાઇક લઈને ઉભેલા આધેડના પગના પંજા ઉપરથી ક્રેન ચાલકે ટાયર ફેરવી દીધું


SHARE







વાંકાનેરની અમરસર ફાટકે બાઇક લઈને ઉભેલા આધેડના પગના પંજા ઉપરથી ક્રેન ચાલકે ટાયર ફેરવી દીધું

વાંકાનેરમાં આવેલ અમરસર ફાટક બંધ હતી ત્યારે આધેડ પોતાનું બાઈક લઈને ત્યાં ઉભા હતા દરમિયાન ક્રેન ચાલક પોતાનું વાહન લઈને આવ્યો હતો અને તેણે બેદરકારીથી વાહન ચલાવીને આધેડના જમણા પગના પંજા ઉપરથી ક્રેનનું ટાયર ફેરવી દેતા આધેડને ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલ આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ક્રેન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા પ્રકાશભાઈ વેલજીભાઈ ચાવડા (31)એ ક્રેન નંબર જીજે 36 એસ 2071 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સિંધાવદર ગામે ફરિયાદીના માતાને મૂકીને તેઓના પિતા વેલજીભાઈ તેજાભાઈ ચાવડા વાંકાનેર તરફ પોતાનું બાઈક નંબર જીજે 3 બીજી 6215 લઈને આવી રહ્યા હતા દરમિયાન વાંકાનેરની અમરસર ફાટક પાસે રેલવે ફાટક બંધ હોવાથી તેના પિતા મોટરસાયકલ સાઇડમાં ઉભું રાખીને ઉભા હતા ત્યારે પાછળથી ક્રેન ચાલકે પોતાનું વાહન લઈને આવીને બેદરકારીથી વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના પિતાની પાસેથી ક્રેન લઈને પસાર થતાં સમયે ફરિયાદીના પિતાના જમણા પંજા ઉપરથી ક્રેનનું ટાયર ફેરવી દેતા તેઓને પંજાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ક્રેન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. #morbi #મોરબી






Latest News