મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીનો બનાવ: દીકરાના કૌટુંબિક સાળા સહિત ચાર શખ્સોએ દંપતીને મારમાર્યો


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીનો બનાવ: દીકરાના કૌટુંબિક સાળા સહિત ચાર શખ્સોએ દંપતીને મારમાર્યો

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતી મહિલા તેના ઘરે હતી ત્યારે તેના દીકરાનો કૌટુંબિક સાળો અને તેની સાથે અન્ય ત્રણ શખ્સો આમ કુલ ચાર વ્યક્તિઓ તેના ઘરે આવ્યા હતા અને મહિલાને મારમાર્યો હતો તેવામાં તેના પતિ ઘરે આવતા તેની ડોક દબાવી દીધી હતી અને દંપતિને મારમાર્યો હતો જેથી ઈજા પામેલા દંપતિને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટી સૂર્યમુખી હનુમાનજીના મંદિરની બાજુમાં રહેતા સઇદાબેન સલીમભાઈ લોલાડીયા (56)એ હાલમાં શરીફભાઈ હનીફભાઈ પાયક, શરીફ ભાઈનો સાળો અદનાન તથા બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેમના દીકરાનો કૌટુંબિક સાળો શરીફભાઈ પાયક તથા તેની સાથે અદનાન સહિત કુલ ચાર વ્યક્તિઓ તેઓના ઘરે આવ્યા હતા અને ફરિયાદીને માથાના વાળ પકડીને તથા છાતીના ભાગે હાથ રાખીને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા ત્યારબાદ માથા ઉપર ઢીકા માર્યા હતા અને તેવા સમયે ફરિયાદીના પતિ સલીમભાઈ ઘરે આવતા તેને આરોપીઓ માર મારવા લાગ્યા હતા અને સલીમભાઈની ડોક દબાવી દીધી હતી ત્યારે ફરિયાદીએ શરીફભાઈને બચકું ભરતા ફરિયાદીના પતિને મૂકી દીધેલ હતા જોકે અદનાને ફરિયાદીના પતિને પકડી રાખેલ અને શરીફભાઈ તથા અન્ય બે શખ્સોએ મળીને ફરિયાદી તથા તેના પતિને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ત્યાં પડેલા ચપ્પલ વડે ફરિયાદી તથા તેના પતિને મારમારીને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલ હાલતમાં દંપતિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કુલ ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. # morbi #મોરબી




Latest News