મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા પાસે કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE







હળવદના ચરાડવા પાસે કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત

હળવદ તાલુકાના ચરાડવા ગામે પાસે વૃદ્ધા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કાર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને વૃદ્ધાને હડફેટે લેતા તેઓને માથા, બંને હાથ અને પગમાં ગંભીર ઈજા થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના જુના રાસંગપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ ચતુરભાઈ પરમાર (45) હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 36 આર 9499 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના ચરાડવા ગામે ગુરુકુળ સામેથી તેઓના માતા તખુબેન ચતુરભાઈ પરમાર (71) ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કાર ચાલકે તેઓને હડફેટ લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના માતાને માથા, બંને હાથ અને જમણા પગમાં ગંભીર ઇજા થઈ હતી એજથી તેઓને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા કાર ચાલક સામે મૃતક વૃદ્ધાના દીકરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. #morbi #મોરબી




Latest News