મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામ પાસે કારખાનાની લેબર કોલોનીના પહેલા માળેથી ફોન ઉપર વાત કરતાં સમયે નીચે પડતાં યુવાનનું મોત


SHARE











મોરબીના નવા સાદુકા ગામ પાસે કારખાનાની લેબર કોલોનીના પહેલા માળેથી ફોન ઉપર વાત કરતાં સમયે નીચે પડતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના નવા સાદુકા ગામ પાસે કારખાનાના લેબર કોલોનીના પહેલા માળ ઉપર ઊભા રાઇન યુવાન ફોન ઉપર વાત કરતા હતો તે સમયે અકસ્માતે યુવાન નીચે ટકાયો હતો જેથી કરીને માથામાં તથા શરીરને ઇજા થતાં તે યુવાનનું મોત નીપજયું હતું આ બનવાની સ્થાનિક પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના નવા સાદુકા ગામની સીમમાં આવેલ નેલ્સન લેમીનેટ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતો શિવમ ધર્મેન્દ્રભાઈ ગુપ્તા (26) નામનો યુવાન ગઈકાલે રાત્રિના સવા અગિયારેક વાગ્યાના અરસામાં લેબર કવાર્ટરના પહેલા માળ ઉપર ફોન ઉપર વાત કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તે અકસ્માતે ઉપરથી નીચે ટકાતા યુવાનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગારની રેડ

વાંકાનેરના જામસર ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ વીરજીભાઈ દેલવાડીયા (29) અને સવજીભાઈ સંઘાભાઈ દેલવાડીયા (23) રહે. બંને જામસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ₹700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે પેટ્રોલ પંપ નજીક વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે તે સ્થળ ઉપરથી બળવંતસિંહ બચુભાઈ બારડ (32) રહે. જુના ઢુવા જેટ સીરામીક પાછળ તાલુકો વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ₹700 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  #morbi #મોરબી






Latest News