​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદના યુવા નેતા તપનભાઈ દવેની જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે વરણી થતાં કાર્યકરોમાં ઉત્સાહ


SHARE













હળવદના યુવા નેતા તપનભાઈ દવેની જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે વરણી થતાં કાર્યકરોમાં ઉત્સાહ

છોટાકાશી હળવદના સેવાભાવી, ઊર્જાવાન ગૌભક્ત અને લોકપ્રિય યુવા નેતા તપનભાઈ દવેની મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે નિયુક્તિ થતાં હળવદ તેમજ સમગ્ર મોરબી જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તેમની આ નિમણૂક સંગઠન પ્રત્યેની નિષ્ઠા, સતત કાર્યશીલતા અને જનસેવાના કાર્યોની કદરરૂપ છે. 

હળવદના તપનભાઈ દવે છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સક્રિય રહી કાર્યકર્તાઓ સાથે ટીમભાવથી કામ કરવાની આગવી શૈલી માટે ઓળખાય છે. સંગઠનને મજબૂત બનાવવું, કાર્યકર્તાઓને સાથે લઈ આગળ વધવું અને દરેક સ્તરે સંવાદ જાળવી કાર્ય કરવું તેમનો વિશેષ ગુણ રહ્યો છે. ગૌસેવા અને માનવસેવામાં તેમનો અગ્રેસર ભાગ રહ્યો છે. ગૌભક્તિની ભાવના સાથે ગૌસેવાના વિવિધ કાર્યો, નિયમિત રક્તદાન શિબિરોનું આયોજન તથા જરૂરિયાતમંદોને સહાયતા જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમણે સમાજમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને છેવાડાના અને વંચિત વર્ગના લોકો સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે તેમણે સતત પ્રયત્નો કર્યા છે.

ઉલ્લેખનીય છે કે તપનભાઈ દવે ગુજરાતમાં સૌથી નાની ઉંમરે હળવદ નગરપાલિકાના બિનહરીફ સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને જાહેર જીવનમાં પ્રભાવશાળી સ્વીકારનો પુરાવો છે. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે તેમની નિયુક્તિથી સંગઠનને નવી ઊર્જા અને દિશા મળશે તેવી સૌમાં આશા વ્યક્ત થઈ રહી છે. હળવદ તથા મોરબી જિલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓએ તપનભાઈ દવેની વરણીને આવકારી છે.






Latest News